JAY GOGA MAHARAJ STATUS IN GUJARATI ( ગુજરાતીમાં જય ગોગા મહારાજ સ્ટેટસ )

 JAY GOGA MAHARAJ STATUS IN GUJARATI 


ગોગા મહારાજ એટલે કે નાગ દેવતા રબારી સમાજના આરાધ્ય દેવ છે. રબારી સમાજમાં ગોગા મહારાજને શિવનું સ્વરુપ માનવામાં આવે છે. તેમને ગોગા બાપા અને લાડમાં ગોગો પણ કહેવામાં આવે છે.

રાજસ્થાનમાં પણ ચૌહાણ રાજપુતોમાં ગોગાજી નામના વીર પુરુષ થઈ ગયા, તેમનું પૂરું નામ જહાવીર ગોગાજી હતું.[૧] રબારી, ચૌધરી પટેલ, ચૌહાણ, દરબાર અને અન્ય ઘણી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે.

મંદિરો


ગુજરાતમાં ગોગા મહારાજનું મંદિર મોટાભાગના ગામોમાં જોવા મળે છે જેમાં ધારમોડા[૨], કાસવા[૩], ઉનાવા[૪], સેભર[૫], ગમનપુરા[૬], ચાણસ્મા[૭] અને દાસજ[૮] અને ઉણ ધામ( bk) રાજસ્થાન ના તેલવાડા ગામે પણ ભવ્ય મંદિર આવેલુ છે જયા પણ દર વર્ષ નવરાત્રી મા લોક મેળો ભરાય છે તેલવાડાના ગોગ મહારાજ ના નામે થરાદ તાલુકાના ડુવા ગોળીયામા પણ ગોગ મહારાજ નું ભવ્ય મંદિર આવેલુ છે આમ આ ઘણા બધા ગામોમાં આવા વિખ્યાત પ્રાચીન મંદિરો પ્રખ્યાત છે.




ગોગાજી મહારાજ,
તમારો શિષ્ય જુદો છે
  ખોટું નથી
😎😎💪💪

સાંભળો મારા ગોગાજી મહારાજ એ તમારું એક નામ છે
જે આપણને બધાને ભક્ત બનાવે છે તે બગડેલું કામ છે.

ગોગાજી મહારાજનો દરબાર આપણા બધા ભક્તોને તરાપાની પાર લાવે છે

ગોગાજી મહારાજના દરબારની મુલાકાત લો,
અમે રામને મળીશું, બસ બોલો જય ગોગાજી મહારાજ જય ગોગાજી મહારાજ.
  ||||જય ગોગાજી મહારાજ કી ||||

 
જ્યારે પણ દુઃખ થાય ત્યારે ગોગાજી મહારાજનું નામ લેજો
ગોગાજી મહારાજ તમને નામ આપશે, તમને બહુ આરામ થશે.

ભટકે કે સહારા ગોગાજી મહારાજ હમારે

ગોગાજી મહારાજના દર્શનથી મારી સુગંધ ઉભરાશે.
ગોગાજી મહારાજના દર્શન કરીને સુવાસ પરત ફરશે

આજે પણ હું એ કરારમાં અટવાયેલો છું,
ગોગાજી મહારાજની રાહ જોવા માટે રાતો ગીરો છે….




ભજન સમૂહ એક સાથે હોવો જોઈએ, ગોગાજી મહારાજનું નામ હોવું જોઈએ.
ડરવાનું કંઈ નથી, જ્યારે ગોગાજી મહારાજ પાસે હોય.

સેભર ગોગા  મહારાજના મંદિરે પાંચમનો મેળો ભરાયો

બનાસકાંઠાજિલ્લામાં રહેતા લાખો લોકોની શ્રદ્ધા એક એવા મંદિર સાથે જોડાયેલી છે જે સવા લાખ નાગની પ્રતિકૃતિથી કંડારાયેલું છે. આખું મંદિર નાગની વિશેષ કલાકૃતિથી શોભાયમાન છે. પ્રકૃતિની ગોદમાં વસેલા મંદિરને લોકો સેભર ગોગ મહારાજના મંદિર તરીકે ઓળખે છે. સેભર ખાતે નાગ પંચમીએ મેળો ભરાયો હતો. જેમાં હજ્જારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યાલય પાલનપુરથી 40 કિલોમીટરના અંતરે આવેલું સેંભર ગોગ મંદિર લાખો શ્રધ્દ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે. વડગામ તાલુકાના કોદરામ ગામ નજીક આવેલું મંદિરથી મહેસાણા જિલ્લાની હદ થોડે કિલોમીટરના અંતરમાં આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલા સેંભર ગોગ મહારાજના મંદિરનું વિશેષ આકર્ષણ તેનું સ્થાપત્ય છે. મંદિરને જે કોઈ વ્યક્તિ એકવાર નિહાળે છે તે તેના દર્શન માટે ખેંચાઇ જાય તેવું ચુંબકીય આકર્ષણ ધરાવે છે. જ્યાં સેભર મંદિરનું પ્રાકૃતિક સૌંદર્ય વધારે રૂડું છે.

ઊંઝા તાલુકાના દાસજ ગામે ગોગા મહારાજ મંદિરે શુક્રવારે નાગપંચમીને દિવસે પરંપરાગત લોકમેળો ભરાવાનો હોઇ દાસજીયા ગોગા મહારાજ મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા ભક્તો માટે પાર્કિંગ, રહેવા-જમવા, પાણી તેમજ મેળાની સુવિધા માટે તૈયારી આરંભી છે.

દાસજમાં 1200 વર્ષ પૂર્વે પુષ્પાવતી નદીના તટે દાસજીયા ગોગા મહારાજ સ્વયંભૂ રાફડામાંથી પ્રગટ થયાની લોકવાયકા છે. જંગલ જેવી આ ભૂમિને દાસજીયા ગોગા મંદિર વ્યવસ્થાપક કમિટીએ નયનરમ્ય ગોગાધામ રૂપે વિકસાવ્યું છે. મંદિરના મધ્યભાગમાં નાગદેવતાના પ્રાગટય સ્થળ રાફડાવાળી જગ્યા કાચી માટીનું દેરું (પોલી જગ્યા) છે. અહીં 1980થી નાગપંચમીનો લોકમેળો ભરાય છે. 1996થી અંદાજે 2 વીઘા જમીનમાં ગોગા મહારાજ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રારંભાઇને 2002માં પૂર્ણ થતાં પંચકુંડી મહાયજ્ઞ અને 121 કુંડી અતિરુદ્ર યજ્ઞ સાથે પ્રતિષ્ઠા કરી હતી.

નાગપંચમીએ હિંડોળામાં ગોગા મહારાજ આરૂઢ થઇ ભક્તોને દર્શન આપે છે. અહીં મંદિરે પોલીસ સ્ટેશન ઉભું કરી કાયદો-વ્યવસ્થાનું 24 કલાક સંચાલન કરાય છે.




સમસ્ત માલધારી સમાજ સહિતના ઇષ્ટદેવ ગોગા મહારાજના તહેવાર નાગપંચમી નિમિત્તે ચાણસ્મા, ધરમોડા સહિતના ગોગા મંદિરોમાં લોકમેળા ભરાયા હતા.


ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલા 1200 વર્ષ પૌરાણિક શેષનારાયણ ગોગા મહારાજના મંદિરે લઘુરુદ્ર યોજાયો હતો. જેના યજમાનનો લાભ મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ પરિવારે લીધો હતો. બપોરે મહાઆરતી બાદ યોજાયેલા ધ્વજારોહણ પ્રસંગે બોલ મારા ગોગા જય જય ગોગાના જયનાદ ભક્તિમય માહોલ બન્યો હતો. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય ર્ડા. કિરીટ પટેલ, રૂપપુરના લેખક મણિલાલ પટેલ, ગોવિંદભાઇ ગોપાલબંધુ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. ગોગા મહારાજ પરિવારના હિતુ દેસાઇ અને પરેશ દેસાઇ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. છે. પુજારી હસમુખપુરી ગોસ્વામી સહિત યુવાનો દ્વારા મંદિરને ફૂલોથી શણગારાયું હતું. દાદાના દર્શને ચાણસ્મા, મોઢેરા, બહુચરાજી, પાટણ અને મહેસાણા પંથકમાંથી માલધારી સમાજ સહિત અઢારેય વર્ણના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.




ચાણસ્મા ઉપરાંત પંથકના ધરમોડા, મુલથાણિયા, ધાણોધરડા, વડાવલી, કંબોઇ, લણવા, સેઢાલ સહિતના ગામોએ આવેલા ગોગા સ્થાનકોએ મેળામાં ભીડ જામી હતી.

ચાણસ્માના ગોગા મહારાજના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી.