importance of mahakali mata ( મહાકાળી માતાનું મહત્વ )

 મહાકાળી માતાનું મહત્વ

મહાકાળી માતાના સ્વરૂપમાં તેમની આંખોનું વિશેષ મહત્વ છે. તેમની આંખોમાં ક્રોધ, પ્રેમ, દયાભાવ, માતૃત્વ જેવા દરેક ભાવોની પ્રતિતિ થાય છે. એટલે જ તો અહીં બિરાજમાન માતાની માથાથી આંખો સુધીની મૂર્તિના દર્શન મનને નવી ઉર્જાથી ભરી દે છે. ત્યારે ચાલો શક્તિના મહાકાલી સ્વરૂપના દર્શન કરીએ.

પૌરાણિક મહત્વ ધરાવતું માતા મહાકાળીનું મંદિર

પાવાગઢ શક્તિપીઠ ગુજરાતના વડોદરા શહેરથી આશરે 50 કિ.મી. અને ઐતિહાસિક સ્થળ ચાંપાનેરની નજીક આવેલું પવિત્ર યાત્રાધામ છે. ગુજરાતમાં મુખ્ય ત્રણ શક્તિપીઠ-આરાસુર ખાતે અંબાજી, બુહચારજી અને પાવાગઢના મહાકાળી માંના પવિત્ર ઘામ આવેલા છે. પુરાણોક્ત દંતકથા અનુસાર દક્ષના યજ્ઞમાં સતીએ પોતાના પ્રાણની આહુતિ આપ્યા બાદ ક્રોધિત થયેલા રુદ્રએ તાંડવ નૃત્ય કર્યું અને સતીના મૃત શરીરને લઈ વિચરણ કર્યું, આ દરમિયાન સતીના શરીરના ભાગો ભારતના અનેક સ્થળોએ વેરાયા અને આ સ્થળોએ શક્તિપીઠોનું સર્જન થયું, ચાંપાનેર નજીકના પાવાગઢ ઉપર સતીનું ડાબું સ્તન પડ્યું હતું તેવી માન્યતા છે.

પાવાગઢ પૌરાણિક પર્વત છે. આસપાસના વિસ્તારમાં આ એકમાત્ર પર્વત છે. જેની ઉપર ચારેતરફથી સૌમ્ય અને શાંત પવન વહેતો રહે છે. દંતકથા પ્રમાણે પાવાગઢ ફરતેની ખીણ ઋષિ વિશ્વામિત્રએ પોતાની શક્તિઓ વડે ભરી દીધી હતી. અને કાલિક માતાનું ચિત્ર વિશ્વામિત્ર દ્વારા સ્થાપવામાં આવ્યું હતું. વડોદરાની નજીક થઈને પસાર થતી વિશ્વામિત્ર નામની નદી અહિંથી જ ઉદભવે છે. પાવાગઢના કાલિક માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે અને વૈદિક તથા તાંત્રિક વિધિઓ અનુસાર અહીં પૂજા-અર્ચના થાય છે. આસો અને ચૈત્રી નવરાત્રિના દિવસોમાં અહીં વિવિધ ઉત્સવો, ઉજવણીઓ યોજાય છે.




ભરૂચ નેશનલ હાઇવે 48 થી 7 કિલોમીટરના અંતરે ઓસારા ગામમાં પાવાવાળી માં મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે . જે મંદિર હાલ હજારો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે, જેને લઇને માં જગદંબાની આરાધનાના પર્વ આસો નવરાત્રિના નવ દિવસ મંદિર ભક્તો માટે ખુલ્લુ  હોય છે. પરંતુ મંદિરમાં દર્શન કરવાનું મંગળવારના દિવસે મહત્વ વધુ હોવાના કારણે સંપૂર્ણ મંદિર સંકુલ આ દિવસે ભક્તોથી ઉભરાઈ ઉઠયું હતું.


ભરૂચ તાલુકાના ઓસારા ગામે 1976 ના આસો સુદ દશમે મહાકાળી માતાજી પાવાગઢથી ઓસારા બિરાજમાન થયા હતા. ત્યારથી આ મંદિર દર  મંગળવારે દર્શન માટે ખોલવામાં આવે છે અને આસો નવરાત્રી નિમિત્તે આ મંદિર 9 દિવસ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા આસો નવરાત્રી નિમિત્તે મંદિર દરરોજ ખોલવામાં આવી રહ્યું છે, આ મંદિરમાં રૂપિયા પૈસા મુકવામાં આવતા નથી કે દાન દક્ષિણા પણ લેવામાં આવતું નથી. અહિયા માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે.

પુરાણ

1૦મી -૧૧ મી સદીમાં બંધાયેલ, શ્રી કાળકા માતાજી મંદિર એ આ વિસ્તારનું સૌથી પ્રાચીન મંદિર છે.[૩] ગુજરાતના મેળાઓ અને તહેવારો માં આર. કે. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે પહેલા ના સમયે સ્થાનિક લેઉવા પાટીદાર લોકો અને રાજાઓ દ્વારા શ્રી કાળકા માતાજી ની પૂજા કરવામાં આવતી હતી, ત્યાર પછી વિશ્વામિત્ર દ્વારા તેમનું આહ્વાન કરી પાવાગઢ શિખર પર સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યાં તેમને માં દુર્ગા અથવા માં ચંડીના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે, એકવાર નવરાત્રીના તહેવાર દરમિયાન, મંદિરે ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં સેંકડો ભક્તો એકઠા થયા હતા અને ભક્તિથી ગરબા લેતા હતા. આવી બિનશરતી ભક્તિ જોઈને દેવી મહાકાળી સ્વયં સ્થાનિક મહિલાના વેશમાં ભક્તોની વચ્ચે આવ્યા અને તેમની સાથે નૃત્ય કરી રહ્યા હતા. તે સમયે, તે રાજ્યનો રાજા પટાઇ જયસિંહ પણ ભક્તો સાથે નાચતો હતો. તે સુંદર સ્ત્રીને જોઈ, તેની સુંદરતાથી મોહિત થઈ ગયો. વાસનાથી ભરેલા રાજાએ તેનો હાથ પકડ્યો અને અયોગ્ય માંગણીઓ કરી. દેવીએ તેને ત્રણ વાર હાથ છોડીને ક્ષમા માંગવા ચેતવણી આપી, પરંતુ રાજા કંઈપણ સમજવાની શક્તિ ગુમાવી ચૂક્યો હતો અને દેવીની વાત ન માન્યો. અંતે દેવીએ તેને શ્રાપ આપ્યો કે તેના સામ્રાજ્યનું પતન થશે. ટૂંક સમયમાં એક મુસલમાન આક્રમણકારી મહમદ બેગડાએ રાજ્ય પર આક્રમણ કર્યું. પટાઇ જયસિંહ યુદ્ધમાં પરાજિત થયો અને મહમદ બેગડાએ તેને મારી નાખ્યો. [૬] પાવાગઢની શ્રી કાલિકા માતાજી ની પૂજા આદિવાસીઓ પણ કરે છે.[૧] ૧૫ મી સદીના નાટક ગંગાદાસ પ્રતાપ વિલાસમાં આ મંદિરનું વર્ણન કરવામાં આવ્યું હતું.[૭] આ મંદિર શ્રી કાળી માતાજી નું નિવાસસ્થાન હોવાનું માનવામાં આવે છે, અને તે શક્તિપીઠોમાંનું એક છે, [૮] દેવી સતીના પ્રતીકાત્મક અંગૂઠા અહીં પડ્યા હોવાનું પણ કહેવાય છે.[૯]




વાસ્તુકળા

નાના અને સાદા મંદિરની સામે એક વિશાળ આંગણું છે જેની ચારે તરફ કિલ્લેબંધી કરવામાં આવી છે. યાત્રાળુઓના ધસારાને પહોંચી વળવા મંદિર લાંબા સમયગાળા સુધી ખુલ્લું રહે છે.[૩] દેવીને બલિ ચઢાવવા માટે મંદિરની સામે બે વેદીઓ છે, પરંતુ હવે લગભગ બેથી ત્રણ સદીઓથી કોઈપણ પ્રકારના પ્રાણી બલિ પર સખત પ્રતિબંધ છે. મંદિરમાં કાલી યંત્રની પૂજા કરવામાં આવે છે.

સંકુલને બે ભાગોમાં વહેંચાયેલું છે, ભોંયતળીએ હિન્દુ ધર્મસ્થાનોનો સમાવેશ થાય છે, જ્યારે મંદિરના છાપરા પર ઘૂમટ માં મુસ્લિમ દરગાહ છે.[૧૦] ભોંયતળીયાના મુખ્ય મંદિરમાં ત્રણ દેવીની મૂર્તિઓ છે: મધ્યમાં શ્રી કાળકા માતાજી (માથાના રૂપમાં દર્શાવવામાં આવી છે, જેને મુખવટા અને લાલ રંગથી ઓળખવામાં આવે છે [૩]), જ્યારે માં મહાકાળી તેની જમણી બાજુએ સ્થિત છે અને માં બહુચરાજી તેમની ડાબી બાજુએ સ્થિત છે. જિર્ણોદ્ધાર પછી લગાડાવામાં આવેલી આરસની ફરસ લગભગ ૧૮૫૯ની છે, જે કાઠિયાવાડના લીંબડીના પ્રધાન દ્વારા દાન કરવામાં આવી હતી.


૨૦૨૨ના મંદિરના સમારકામ પછી દરગાહને નજીકમાં ખસેડવામાં આવી હતી અને મંદિરનું નવું શિખર બાંધવામાં આવ્યું હતું.[૧૧]

તહેવારો

આ મંદિર ગુજરાતમાં સૌથી મોટા પર્યટક અને યાત્રાધામોમાંનું એક છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કરે છે.[૧૨][૧૩] જીવન કાળ દરમ્યાન ઓછામાં ઓછી એક વખત અહીં યાત્રા કરવી એ ચૌધરી પરંપરા છે.[૧૪] શ્રી કાળકા માતાજી ના ભક્તો મંદિરમાં દર્શન કરી ઘંટ નાદ કરે છે.[૧૫] ચૈત્ર સુદ ૮ ના દિવસે મંદિરમાં દર વર્ષે એક મેળો ભરાય છે.  ખાસ કરીને ચૈત્રની પૂર્ણિમા પર, એપ્રિલમાં અને ઓક્ટોબરમાં દશેરામાં, દરેક વર્ગના હિન્દુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે. દર વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે અને ઉત્સવની ઉજવણી કરે છે.

ઓસારા મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અઠવાડિયામાં માત્ર દર મંગળવારે જ મંદિરને દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિરમાં પાંચ મંગળવાર સતત દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે, જેના કારણે દર મંગળવારે મંદિર ભક્તોથી ઉભરાતું હોય છે. આંસો નવરાત્રીમાં મંગળવાર આવતો હોવાના કારણે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અર્થે ઉંમટી પડ્યા હતા




આસો નવરાત્રીની વહેલી સવારથી જ મંગળવારે મંદિર સંકુલ ભક્તોથી ઉભરાય ઉઠ્યું હતું અને આ મંદિરમાં દાનને મહત્વ આપવામાં આવતું નથી પરંતુ તપને માન આપવામાં આવે છે. જેના કારણે ઓસારા મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે.